બારડોલી મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં મારામારી કરી સુલેહ શાંતિનો ભંગ કરનાર પાંચ ઈસમો સામે પોલીસે ફરિયાદી નોંધી તેમની અટક કરી હતી.
બનાવની વિગત એવી છે કે, બારડોલી ટાઉન બીટમાં પોલીસ કર્મી વિરલ ચૌધરી અને અન્યો હાજર હતા ત્યારે બારડોલી મામલતદાર કચેરીમાંથી ફોન આવ્યો હતો કે કેટલાક ઇસમો કચેરીના કમ્પાઉન્ડમાં મારામારી કરી રહ્યા છે. બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર ધસી ગયા હતા અને ત્યાં પાંચ ઈસમો છૂટા હાથની મારામારી કરતા હતા. પોલીસે મારામારી બંધ કરાવી હતી અને અંકેશ માહ્યાવંશી, મોહન માહ્યાવંશી, હિતેશ કંથારિયા, પ્રજેશ પટેલ અને પ્રકાશ પટેલ સામે ગુનો દાખલ કરી અટક કરી હતી. જોકે, મારામારીમા પ્રકાશ પટેલને ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર બાદ તેમની અટક કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500