બારડોલી તાલુકાનાં માંગરોલીયા ગામની સીમમાંથી પસાર થતાં રેલ્વે ટ્રેક ઉપર એક અજાણી મહિલાનું ટ્રેન અડફેટે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોલીયા ગામની સીમમાં સુરતથી વ્યારા તરફ જતાં રેલ્વે ટ્રેકના થાંભલા નંબર 36/12 થી 36/14 વચ્ચે અંદાજે 55 થી 60 વર્ષની જણાતી અજાણી મહિલા ટ્રેન અડફેટે આવતા તેને માથાના તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.
જયારે મૃતક મહિલા શરીરે મધ્યમ બાંધાની, રંગે ધઉ વર્ણ છે તેમજ તેના માથાના વાળ ટુકા સફેદ–કાળા છે. તેની ઉંચાઈ આશરે ૫.૦ ફુટ છે. તેણે શરીરે બ્લુ કલરનુ સફેદ પટ્ટાવાળુ મેહેદી કલરનું બ્લાઉઝ તથા સફેદ પટ્ટાવાળુ મેહેદી કલરની સાડી પહેરેલ છે અને કમ્મરે લીલા કલરનો ચણિયો પહેરેલ છે. પોલીસે આ અજાણી મહિલાના વાલીવારસની શોધખોળ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application