Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : બે અજાણ્યા ઈસમોએ વૃદ્ર્રાને છેતરી સોનાની બંગડી લઈ ફરાર

  • January 17, 2021 

બારડોલી વિસ્તારનાં આશાપુરી આનંદ-નગરના મકાન નં-21માં રહેતી વૃદ્ધા ધનુબેન વીરસીંગભાઈ ગામીત(ઉ.વ.65) બપોરના સમયે પોતાની પૌત્રીઓ સાથે ઘરમાં એકલા હતા અને પૌત્રી ઓનલાઈન અભ્યાસ કરી રહી હતી.

 

 

 

તે સમય દરમિયાન તેમના દરવાજે વાસણ ચમકવવાનો પાવડર વેચવાના બહાને બે યુવાનો આવ્યા હતા. વૃદ્ધાએ ના પાડવા છતા સેલ્સમેન બનીને આવેલ બે યુવાનો એ ઘરમાં પ્રવેશી વૃદ્ધાને વાસણ ચમકાવી આપ્યા હતા અને ત્યારબાદ યુવાનોએ વૃદ્ધાના હાથના કાંડામાં પહેરેલી સોનાની બંગડીઓ ચમકાવી આપવાની લાલચ આપી અને યુવાનોની મીઠી વાતોમાં આવી ચુકેલી વૃદ્ધાએ આશરે બે તોલાની પોતાની બંગડીઓ કાઢી યુવાનોના હાથમાં આપી હતી.

 

 

 

ત્યારબાદ અજાણ્યા યુવાનોએ વૃદ્ધાને લિક્વિડ ભરેલું પ્લાસ્ટિક આપ્યા બાદ વૃદ્ધાની નઝર ચૂકવી બંને અજાણ્યા સોનાની બંગડીઓ સાથે ભાગી છૂટતા ભારે હંગામો થતા બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ થઈ હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application