બારડોલી વ્યારા નેશનલ હાઇવે નંબર-53 પર માણેકપોર પાટિયા નજીક ટ્રેક્ટર અને બોલેરો પિકઅપ ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં પાછળ આવી રહેલ ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારતા તેનું ટેન્કર રોડની સાઇડે પલટી મારી ગયું હતું અને ટેન્કરમાં ઈન્ડસ્ટ્રીમાં વપરાતું બેઝ ઓઇલ ભરેલું હતું જે લીકેજ થવા લાગતાં બારડોલી ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી.
જોકે ફાયરની ટીમે સ્થળ પર પહોંચી ટેન્કર સીધી કરતી વખતે સ્પાર્ક કે અન્ય કોઈ કારણોસર આગ ન ભભૂકી ઊઠે તેની કાળજી રાખી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. આ અકસ્માતમાં બોલેરો ચાલક અને ટ્રક ચાલક બંનેને સામાન્ય ઇજા થઈ હતી. જયારે આ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વધુમાં ટેન્કર સુરતથી ઉદ્યોગોમાં વપરાતું બેઝ ઓઇલ ભરીને ઓડીસા જઈ રહ્યું હતું ત્યારે શુક્રવારના રોજ સવારે 6 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application