બારડોલીના ભૂવાસણ સ્થિત જ્યોતિ ઉત્કર્ષ સંસ્થાનની સાધારણ સભાનું 27/06/2021ને રવિવારના રોજ સાંજે 4 કલાકે ઓનલાઈન ડિજીટલ માધ્યમ GOOGLE MEET દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વર્ષ 2021–2024ની કારોબારી સમિતિની રચના અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે અલ્પેશભાઇ માહયાવંશીની ફરી વખત સર્વ-સમ્મતીથી વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપ-પ્રમુખ તરીકે નરેશભાઇ માહયાવંશી અને કિરીટભાઇ પટેલ, મહામંત્રી તરીકે ભરતભાઇ માહયાવંશી, સહમંત્રી તરીકે કિશોરભાઇ પાનવાલા અને હેમાન્સુ માહયાવંશી, ખજાનચી તરીકે નિમેશભાઈ માહયાવંશી, મીડિયા મંત્રી તરીકે હિતેશભાઇ માહયાવંશીની વરણી કરવામાં આવી. આ સાધારણ સભામાં એજન્ડાના તમામ કામ સર્વ-સંમતીથી મંજૂર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યોતિ ઉત્કર્ષ સંસ્થા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ગરીબ અને જરૂરતમંદ વિદ્યાર્થીઓ તેમજ પરિવારો માટે શૈક્ષણિક અને મેડિકલ સહાય કરતી આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500