Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવકે લોનની ભરપાઈ ન કરતા કોર્ટે ફટકારી સજા

  • October 15, 2021 

બારડોલી કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસના નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ ગુનાનો પ્રત્યે કડક વલણ અપનાવતા એક કેસમાં આરોપીને એક વર્ષની કેદ તથા લેણી રકમના દોઢ ગણા નાણાં દંડ પેટે ચૂકવવાના ફરમાન સાથે નાણાં ચૂકાવવામાં નિષ્ફળ જતાં વધુ 1 માસની કેદની સજા ફરમાવવામાં આવેલ છે. સન 2017ના વર્ષમાં બારડોલી નાગરિક સહકારી બેંકમાંથી જાત જામીન ઉપર લોન મેળવતાં નીતિનભાઈ શાંતિલાલ પટેલ (રહે.કાન ફળિયા,મરી માતા મંદિર પાસે) બારોડલી દ્વારા લોનની રકમ ચૂકવણી પેટે આવેલ ચેક બાઉન્સ થતાં બેંકના કાનૂન અધિકારી દ્વારા બારોડલી કોર્ટમાં નેગોશીએશન એક્ટની કલમ 138 મુજબ કેસ દાખલ થયો હતો. જેમાં વિવિધ તારીખોની સુનાવણી અને દલીલો બાદ બારડોલી કોર્ટ દ્વારા નીતિન પટેલને કસુરવાર ઠરાવી કલમ 351 મુજબ 1 વર્ષની સાદી કેદ તથા લેણી રકમના દોઢ ગણા નાણાં ચૂકવવાની સજા ફરમાવાઈ હતી. એક મહિનાની મુદતમાં નાણાં ન ચૂકવતા વધુ 1 માસની સજાનો હુકમ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application