Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં નવી કીકવાડ ગામ પાસે સર્જાયો ગંભીર અકસ્માત : એક યુવકનું મોત : 3નો બચાવ

  • November 26, 2021 

બારડોલી તાલુકાનાં નવી કીકવાડની સીમમાં હાઇવે પર બાઇક ચાલકને બચાવવા જતા માર્બલ ભરેલું કન્ટેનર સામેના ટ્રેક પર પહોંચી ટ્રક સાથે અથડાયું હતું. ત્યારબાદ થોડી ક્ષણોમાં જ આગ લાગી જતા, સ્થાનિક લોકો તાત્કાલિક જીવના જોખમે 3ને બચાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે એક યુવક અંદર જ ફસાઈ જતા આગની લપેટમાં આવી જતા મોત નીપજ્યું હતું. આગના કારણે બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી હતી. ફાયરની ટીમ સ્થળ પર આવી આગ કાબુમાં લીધા બાદ વાહન વ્યવહાર શરૂ થયો હતો. બનાવની વિગત એવી છે કે, ગતરોજ સાંજે એક ટ્રક નંબર આરજે/04/જીબી/6852 માર્બલ ભરેલી વ્યારા તરફ સુરત ધૂલીયા નેશનલ હાઈવે નંબર-53 પર બારડોલીના નવી કીકવાડની સીમમાં કટ નજીક પસાર થઇ રહી હતી.તે સમયે અચાનક એક બાઈક ચાલક આવી જતા ચાલકે બચાવવા જતા ટ્રક ભરેલી હોવાથી બ્રેક કરવા છતાં કટમાંથી સામેના ટ્રેક પર જઈ વ્યારા તરફથી બારડોલી તરફ આવતી ખાંડ ભરેલી ટ્રક સાથે ધડાકા સાથે અથડાતા અકસ્માત થયો હતો અને ક્ષણવારમાં જ બંને ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. જોકે સ્થાનિક દુકાનદાર સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા અને 2ને બહાર કાઢ્યા હતા, જ્યારે એક ફસાય ગયો હોય, દોરડું બાંધી, પતરું ખેંચી બહાર કાઢવામાં આવ્યો હતો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે માર્બલ ભરેલી ટ્રકમાં સવાર એક યુવક અંદર જ ફસાઈ જતા આગની લપેટમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગેની જાણ ફાયર-બ્રિગેડને કરતા બારડોલી પાલિકાના ફાયર-બ્રિગેડનો કાફલો ટીમ સાથે પહોંચી આગ પર કાબુ મેળવવા પાણીનો છંટકાવ કર્યો હતો અને આગ કાબુમાં આવ્યા બાદ વાહનોની અવર જવર શરૂ કરાઈ હતી. બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application