બારડોલી નગરમાં વિધર્મી યુવકે નામ બદલી નગરમાં જ રહેતી સગીરા સાથે મિત્રતા કેળવી શરીર સબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ હકીકતનો ભાંડો ફૂટતા સગીરાએ સંબંધો તોડી નાંખ્યા હતા, પરતું યુવકે સગીરાના અશ્લીલ ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હતો. બનાવ અંગે સગીરાએ પોલીસમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં તાઈવાડમાં રહેતા સોહેલ ફારૂક શેખે પોતાનું નામ રાહુલ જણાવી સગીરા સાથે મિત્રતા કેળવી હતી અને સગીરાના ફોટા પોતાના મોબાઇલમાં પાડી લીધા હતા તેની સાથે સબંધ ન રાખેતો ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપવાની સાથે અને મુસ્લિમ ધર્મ અપનાવવા જણાવતો હતોન તેમજ કોઈ અન્ય સાથે લગ્ન કરશે તો મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ સગીરા સાથે જબરજસ્તી કરી અવાર નવાર શરીર સંબંધો પણ બાંધ્યા હતા. ઉપરાંત સાહિલ ફારૂક શેખ તેમજ કલુરિ સાહિલ શેખ પણ સગીરાને જાતિ વિષયક ગાળો આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આમ, બારડોલી પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application