Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીની ખાનગી હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ ગમે ત્યાં ફેંકતા સોસાયટીના રહીશોએ ડોક્ટરને રજુઆત કરી

  • April 26, 2021 

બારડોલીના ગાંધી રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીના સગાઓ જાહેર રસ્તા પર વપરાયેલા હેન્ડ ગ્લોવઝ, માસ્ક અને એંઠવાડ નાંખતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા અને સ્થાનિક નગરસેવકો સાથે હોસ્પિટલના ડોક્ટરને રજુઆત કરવા જતાં ડોક્ટરે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ડોક્ટર સ્થળ પરથી જતા રહ્યા હતા.

 

 

 

 

 

બારડોલીના ગાંધી રોડ પર આવેલી ગ્રીન એપલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હોય દર્દીના સગા-સંબંધીઓની પણ મોટી સંખ્યામાં અવર-જવર રહે છે. હોસ્પિટલમાં પાર્કિંગની સુવિધા નહીં હોવાથી લોકો રસ્તામાં જ વાહનો પાર્ક કરતા આસપાસના રહીશોને દરરોજ મુશ્કેલી પડી રહી છે અને દર્દીના સગા-સંબંધીઓ વપરાયેલા હેન્ડ ગ્લોવઝ અને માસ્ક હોસ્પિટલની કચરાપેટીમાં નાંખવાની જગ્યાએ બહાર જાહેર રોડ પર ફેંકી દે છે. આ બધો વેસ્ટ સોસાયટીના આંતરિક રસ્તાઓ પર ભેગો થાય છે. જેના કારણે સોસાયટીના રહીશોમાં કોરોના સંક્રમણની દહેશત ઉભી થઇ રહી છે.

 

 

 

 

 

સ્થાનિક રહીશોએ હોસ્પિટલના ડો.ભાવિનકાન્ત ચૌધરીને રજુઆત કરી હતી. પરંતુ આ કચરાના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવતાં રહીશોએ સ્થાનિક નગરસેવકોને રજુઆત કરી હતી. આથી નગરસેવકોએ હોસ્પિટલ જઇ ડોક્ટરને કાળજી લેવા સૂચના આપી હતી. પરંતુ ડોક્ટરે તેઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતુ અને આ મારી જવાબદારી નહીં હોવાનું જણાવી જતા રહ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ હોસ્પિટલના કારણે ઉભી થતી સમસ્યા અંગે વહીવટી તંત્રને અનેક વખત રજુઆત કરી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વહીવટી તંત્ર હોસ્પિટલના કારણે સ્થાનિક રહીશો માટે ઉભી થયેલી સમસ્યાનો ઉકેલ ન કરશે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application