Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના ગાંધીરોડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલ બે લોકોના જીવ બચાવ્યા

  • September 21, 2021 

બારડોલી તાલુકામાં ગતરાત્રીએ ધોધમાર વરસાદ વરસતા બારડોલી ગાંધીરોડ પર આવેલ રાજીવનગર ગલી-૨માં પાણી ભરાયા હતા. જોકે પાણી ખૂબ ઝડપે ભરાતા ૨ લોકો પાણીમાં ફસાયા હતા જેની જાણ બારડોલીના જન સાધારણ સેવા ટ્રસ્ટના સભ્યો ઘટના સ્થળે દોડી આવી બારડોલી ફાયર વિભાગને જાણ કરી હતી જે બાદ ફાયર વિભાગના જવાનો દ્વારા ગણતરીની મિનિટમાં જ  ફસાયેલા ૨ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જેમાં ફરજાના મન્સૂર અન્સારી (ઉ.વ.૪૫, રહે.રાજીવનગર ગલી-૨) અને મન્સૂર એહમદ અન્સારી (ઉ.વ.૪૬ રહે.રાજીવનગર ગલી-૨)ના ઓને બચાવી લેવામાં આવ્યા હતા. આમ ઈમાનદારી પૂર્વક કામગીરી કરી બારડોલી ફાયર વિભાગની ટીમે ૨ લોકોનો જીવ બચાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application