બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા ગત સોમવારથી 6 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. બારડોલી ઉપરાંત તાલુકાના કડોદ, મઢી, સુરાલી, ઇસરોલી, તેન અને બાબેનમાં પણ લોકડાઉન જાહેર કરવામાં આવતા તમામ બજારો સ્વયંભૂ બંધ છે.
જોકે, આ બંધમાં કેટલીક આવશ્યક સેવાઓ ઉપરાંત હોટેલ રેસ્ટોરન્ટને પાર્સલ સેવા પૂરતી છૂટ આપવામાં આવી છે. આ છૂટ લેનારી દુકાનો અને હોટલ રેસ્ટોરન્ટમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે બારડોલી વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર બજારમાં ઉતર્યું હતું
તંત્ર દ્વારા ખુલ્લી દુકાનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને બારડોલીના મામલતદારે તમામને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી આને એટલું જ નહીં પાર્સલ સુવિધા પૂરી પાડતી રેસ્ટોરન્ટ અને હોટેલોના સ્ટાફના રેપીડ ટેસ્ટ પણ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500