Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી આરટીઓમાં પસંદગીના નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.16 ઓક્ટોબરથી શરૂ

  • October 09, 2021 

બારડોલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (એઆરટીઓ) દ્વારા વાહન માલિકોની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન તા.16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આ માટે બારડોલી આરટીઓ કચેરીમાં મોટરસાયકલ માટે GJ 19-AJ, AK, AL, AN, AP, AQ, AR, AS, BB, BC, BD અને  મોટર કાર માટે GJ 19–AM, BA, BE સીરિઝમાં પસંદગીના નંબર, ગોલ્ડન તથા સિલ્વર નંબરની હરાજી શરૂ કરવામાં આવી છે. આથી ઈચ્છા ધરાવનાર નવા વાહન માલિકો તેમના નવા વાહનોનું https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન ઓક્શનમાં ભાગ લઈ શકશે. આ માટે તા.16મી ઓક્ટોબરથી 18મી ઓક્ટોબર-2021 સુધી રી-ઓક્શન માટેના ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે જયારે તા.19મી ઓક્ટોબરથી 21મી ઓક્ટોબર-2021ના રી-ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા નંબર માટેનું બિડિંગ ખુલશે અને 22મી ઓક્ટોબરના રોજ રી-ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા અને બિડિંગ કર્યા બાદ ઇ-ફોર્મ કચેરીમાં જમા કરવાના રહેશે તેમજ અરજદારો ઇ-ફોર્મ (ફોર્મ નંબર 20) સીએનએ ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઈન સબમિટ કરવાનું રહેશે. એવું સહકાય પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application