Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઘરમાંથી વિદેશી દારૂની 768 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

  • October 04, 2021 

બારડોલીના તલાવડી વિસ્તારમાં એક ઘરમાંથી જિલ્લા એલસીબીએ 74 હજારના વિદેશી દારૂ સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એસસીબીની ટીમ ગત તા.02જી ઓક્ટોમ્બરે રાત્રે બારડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે મળેલ ખાનગી બાતમીના આધારે, બારડોલીના તલાવડી વિસ્તારમાં રહેતા તૌફિક શબ્બીર શેખ નામના બુટલેગરે તેના ઘરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારી તૌફિકની ધરપકડ કરી હતી અને ઘરમાંથી 768 બોટલ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 74,400/- હતી આમ, પોલીસે યાકુબ અસલમ શેખ, મુનાફ સત્તાર અન્સારી અને ગીતા ચિરાગ ભંડારીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application