Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એસ.ટી. બસ રોડની સાઈડમાં ઉતરી, મુસાફરોનો ચમત્કારિક બચાવ

  • August 24, 2021 

બારડોલી તાલુકાનાં હિંડોલીયા ગામની સીમમાં હાઇવે ઉપર મુસાફરોને લઈને જતી એસ.ટી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, સુરતથી એસ.ટી.બસ નંબર જીજે/18/ઝેડ/3001નો ચાલક મુસાફર લઈ વ્યારા જઈ રહ્યો હતો. તે સમયે બારડોલી તાલુકાનાં હિંડોલીયા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-53 ઉપરથી પસાર થતા સમયે અચાનક બસના ચાલકને ખેંચ આવતા ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી ગઈ હતી અને બસમાં 20 થી 25 જેટલા મુસાફરો બેઠા હતા. જોકે. સર્જાયેલ આ અકસ્માતમાં તમામ મુસાફરો, ચાલક તેમજ કંડક્ટરનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application