સુરત જિલ્લામાં વીજ કંપની બેદરકારીના લીધે નાના મોટા અકસ્માતોના બનાવો બનતા જ રહે છે ત્યારે હાલ બારડોલી તાલુકાનાં નિઝર ગામની સીમમાથી પસાર થતી એગ્રીકલ્ચર વીજ લાઇનનો જીવંત તાર પવનના કારણે તૂટી શેરડીના ખેતરમાં પડતાં ખેડૂતે ગત સપ્ટેમ્બર માસમાં રોપેલી શેરડી બળીને ખાખ થઈ ગઈ છે. જયારે હાલ સુગર ફેક્ટરી બંધ છે ત્યારે શેરડી બળી જતાં ખેડૂતને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
નિઝરના ચિંતનભાઈ રબારીએ ત્રણ વીંઘા જમીન ગણોતે રાખી હતી. ગત સપ્ટેમ્બર માસમાં શેરડી રોપણી કરી હતી. જોકે શેરડીને 8 માસ માવજત કરી ઉછેરી સારી આવક મેળવવાની આશા હતી, પરંતુ વીજ કંપનીના રેઢિયાળ કારભારને લીધે પવનમાં વીજ તાર તૂટી પડ્યો અને ઊભેલી શેરડીમાં આગ લાગી જતાં ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application