બારડોલી તાલુકાના વાંસકુઇ ગામે બાવળી ફળિયામાં સગાઈના પ્રસંગમાં કોરોના ગાઈડલાઇનનું પાલન નહીં થતાં પોલીસે યુવક-યુવતીના માતા પિતા સહિત પાંચ સામે ગુનો નોંધ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી પોલીસનાં મઢી આઉટ પોસ્ટના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે સમયે બારડોલી પોલીસ સ્ટેશન ખાતે ટેલિફોનથી વર્દી મળી હતી કે, વાંસકૂઈ ગામના બાવળી ફળિયામાં રહેતા મીનાક્ષીબેન અશ્વિનભાઈ ચૌધરીના ઘરે સગાઈ પ્રસંગમાં કોરોના ગાઈડલાઇન અને જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે. આથી મઢી આઉટ પોસ્ટની ટીમ ત્યાં પહોંચી હતી અને સગાઈ પ્રસંગમાં માણસો ભેગા થયા હતા. જ્યાં વાંસકુઇના દેવસિંગભાઈ બાબુભાઈ ચૌધરીની પુત્રી દિવ્યા અને મહુવારિયાના દિલિપભાઈ રાણાભાઈ ચૌધરીના પુત્ર અજિતની સગાઈ હતી.
જેમાં નિયત કરતાં વધુ માણસો ભેગા થયા હોય તેમજ કોરોના ગાઈડલાઇન અને જાહેરનામાનો ભંગ થતો હતો. આ ઉપરાંત સગાઈ પ્રસંગ માટે તેમની પાસે કોઈ પરવાનગી પણ ન હતી. આથી પોલીસે યુવતીના પિતા દેવસિંગભાઈ બાબુભાઈ ચૌધરી, માતા કુસુમબેન દેવસિંગભાઈ ચૌધરી, મીનાક્ષીબેન અશ્વિનભાઈ ચૌધરી, યુવકના પિતા દિલિપભાઈ રાણાભાઈ ચૌધરી અને માતા ઇલાબેન દિલિપભાઈ ચૌધરી વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500