બારડોલીના લીમડા ચોક વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી એકબીજા સાથે મારામારી કરતા બારડોલી પોલીસે ચાર ઈસમો સામે નામજોગ સહિત 10 જેટલા સામે ગુનો નોંધાયો હતો જયારે મારામારીમાં ઇજા પામેલ એક વ્યક્તિને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીના લીમડા ચોક શાકભાજી માર્કેટમાં ગત તા.16ના રોજ સવારે શાલીગ્રામ રેસિડેન્સીમાં રહેતો પિન્ટુ રામજી શાહ પોતાનો શાકભાજી ભરેલો ટેમ્પો શાકભાજી માર્કેટમાં લઈને આવતો હતો તે સમયે ટેમ્પો આબીદ અનવરઅલી રાયનની દુકાનના શેડ સાથે અડી ગયો હતો જેથી બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગતરોજ બપોરના સમયે આ જ વાતની અદાવત રાખી ફરીથી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને જાહેરમાં જોરશોરથી બુમો પાડી એકબીજાની સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મારામારીમાં પિન્ટુ રામજી શાહને ઇજા થતાં તેને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે બારડોલી પોલીસે આરોપીઓ પિન્ટુ રામજી શાહ, પ્રદીપ રામજી શાહ, આશિયાના નગર ખાતે રહેતા આબીદ અનવર અલી રાયન, સાદિક અનવર અલી રાયન તેમજ અન્ય 5 થી 6 ઇસમો સામે ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500