સુરતના બારડોલી તાલુકાનાં મોરી ગામની સીમમાંથી બાઇક ઉપર પસાર થઈ રહેલ ઈસમને એક ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી નગરના ગાંધી રોડ પર આવેલ ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા સંજયભાઇ ઇશ્વરભાઇ ચૌધરી (ઉ.વ.46) જે કપડાની દુકાનમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે અને તેઓ છેલ્લા એક વર્ષથી કેસરકુંજ સોસાયટીમાં રહેતી તેમની બહેન સાથે રહે છે. જોકે ગત તા.30 ઓક્ટોબરના રોજ તેઓ સુઝુકી એક્સેસ મોપેડ નંબર જીજે/19/બીબી/3390 ઉપર સવાર થઈ મોરી ગામની સીમમાંથી પસાર થઈ રહયા હતા.
તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક ટ્રક નંબર જીજે/21/ડબલ્યુ/9081ના ચાલકે સંજયભાઈની મોપેડને અડફેટે લીધી હતી અને સર્જાયેલા આ અકસ્માતમાં તેમને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે મંજુલાબેને બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application