Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીના તંત્રએ રેમડેસીવીરની અછતને પહોંચી વળવા કર્યો અનોખો પ્રયાસ

  • April 15, 2021 

બારડોલીના વહીવટી તંત્ર દ્વારા રેમડેસીવીર ઈંજેક્શનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરત જીલ્લા માટે રેમડેસીવીર ઈંજેકશનનો જે જથ્થો ફાળવવામાં આવ્યો છે જેનો વહીવટ બારડોલી પ્રાંત કચેરી ખાતેથી થઈ રહ્યો છે. બારડોલી પ્રાંત દ્વારા સમગ્ર જીલ્લામાં તાલુકા માટે અલગ-અલગ ઇ-મેલ આઈડી જાહેર કરવામાં આવ્યા છે. જે ઇ-મેલ આઇડી પર હોસ્પિટલ દ્વારા જથ્થાની જરૂરત અને દર્દીના નામ અને ઓળખકાર્ડ સાથે ફોર્મ મોકલવાનું હોય છે. ઇ-મેલ મળ્યાના ગણતરીના કલાકોમાં જ બારડોલી પ્રાંત કચેરીના કર્મચારી જે તે હોસ્પિટલ સુધી આ જથ્થો સમયસર પહોંચાડી દે છે.

 

 

 

 

આ નિર્ણયને કારણે દર્દી કે હોસ્પિટલના પ્રતિનિધિએ કચેરી સુધી ધક્કા ખાવા પડતાં નથી અને સમયસર હોસ્પિટલમાં જ ઈંજેકશન ઉપલબ્ધ થવાથી દર્દીને સમયસર સારવાર પણ મળી રહી છે. બારડોલી એસ.ડી.એમ.એ જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં 1200 જેટલા ઈંજેક્શન જીલ્લાની અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. તમામને પૂરતા પ્રમાણમાં ઈંજેકશનનો જથ્થો પણ મળી રહ્યો હોય હાલ ચિંતાની કોઈ વાત નથી.

 

 

 

 

બારડોલીની ખાનગી હોસ્પિટલના ચિકિત્સક ડો.સુમિત ચૌધરીએ પણ સરકારની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે ઈંજેકશનની જે અછત વર્તાય રહી હતી તે હવે પૂરી થઈ રહી છે અને આવા આયોજનથી લોકોને પૂરતા પ્રમાણમાં જથ્થો મળવાથી સમયસર સારવાર થઈ શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application