Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાબેનની યુવતીએ 46 દિવસની લાંબી લડત બાદ કોરોનાને હરાવ્યો

  • May 20, 2021 

બારડોલીના બાબેન ગામમાં રહેતી વૈશાલીબેન અને તેમના માતા-પિતા પણ કોરોના સંક્રમિત થયા હતા. પિતા ઘરે જ સારવાર લઇ સ્વસ્થ થઇ ગયા. પરંતુ વૈશાલીબેન અને એમની માતાને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી. માતા પાંચ દિવસની સઘન સારવાર બાદ કોરોનામુક્ત થયાં હતાં. વૈશાલીબેને જણાવ્યું કે, ‘શરૂઆતના દિવસોમાં સામાન્ય ખાંસી, તાવ અને નબળાઈ જેવા લક્ષણો દેખાતા રેપિડ અને RTPCR ટેસ્ટ કરાવ્યો. બંને નેગેટીવ આવ્યા બાદ 2જી એપ્રિલના રોજ મને શ્વાસ લેવામાં તકલીફ જણાતા બારડોલીની પ્રાઇવેટ હોસ્પિટલમાં પરિવારનાં સભ્યો દ્વારા દાખલ કરવામાં આવી. જ્યાં નિદાનમાં ફેફસામાં કફ જામી ગયો હોવાનું જણાયું હતું. જ્યાં 4 દિવસ સારવાર લેવા છતાં તબિયત વધુ બગડતા હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી.

 

 

 

 

ત્યારબાદ 6 એપ્રિલના રોજ બારડોલીથી એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા. વૈશાલીબહેને વધુમાં કહ્યું કે, ‘જ્યારે મને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ, ત્યારે ઓક્સિજન લેવલ 72 હતું. શ્વાસ લેવામાં વધુ તકલીફ રહેવાથી 22 દિવસ સુધી બાયપેપ પર રાખવામાં આવી. ત્યારબાદ તબિયતમાં સુધાર જણાતા તા.29 એપ્રિલથી ઓક્સિજન પર રાખવામાં આવી. જ્યાં ખૂબ રાહત થતાં મને ગવર્નમેન્ટ ક્વોટામાં શેલ્બી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. શેલ્બીમાં 06  દિવસ  સારવાર મેળવ્યા બાદ ઓક્સિજન લેવલ નોર્મલ થતા તા.17મી મેના રોજ રજા આપવામાં આવી હતી. વૈશાલીબહેન કહે છે કે, સિવિલ હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફના અવિરત પ્રયત્નો, સારવાર અને આત્મવિશ્વાસથી કોરોનાને હરાવવામાં સફળ થઇ છું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application