તાપી જિલ્લામાં કાકરાપાર પોલીસ મથક વિસ્તાર માંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો જે ગુન્હામાં બારડોલીના બાબેનની કાલી બસ્તીમાં રહેતા અને શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા ગણેશ ઉર્ફે ગોલી ભોઈને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો જેને ઓપરેશન ગ્રુપના માણસોએ બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના હે.કો.જગદીશભાઈ કામરાજભાઈ તેમજ રોહિતભાઈ બાબુભાઇ નાઓને મળેલ ખાનગી બાતમીના આધારે, સવા મહિના પહેલા તાપી જિલ્લાના કાકરાપાર પોલિસ મથકના નોંધાયેલા પ્રોહીબીશનના ગુન્હાનો નાસતો ફરતો આરોપી ગણેશ ઉર્ફે ગોલી નામદેવભાઈ ભોઈ (રહે.બાબેન ગામ,કાલી બસ્તી,તા.બારડોલી) ગતરોજ બારડોલીના બાબેન ગામે આવનાર છે જે બાતમી આધારે વોચ ગોઠવી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો જે બાદ આરોપીને બારડોલી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500