બારડોલી હાઈવે આઉટ પોસ્ટ મથકેથી મળતી માહિતી અનુસાર મોડી સાંજે બારડોલી રેલ્વે સ્ટેશનના પક્ષિમ ભાગમાં આવેલ યાર્ડના કિ.મી.નં./26/24-26 વચ્ચેથી પસાર થતા આર.એસ.ડી. ગુડ્સ ડાઉન ટ્રેનની અડફેટે આવી જતા આશરે 65 વર્ષની વયના અજાણ્યા આધેડનું પેટના ભાગેથી કપાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે મરનાર વૃદ્ધ મજબુત બાંધાનો અને ઘઉંવર્ણ હોવાની સાથે તેની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ તથા શરીરે સફેદ શર્ટ તથા સફેદ રંગનું પેન્ટ પહેર્યું હતું, સાથે તેના જમણા હાથની કલાઈ ઉપર માં દુર્ગા તથા અંગ્રેજીમાં બી.એલ.નામનું છુંણદનું ત્રોફાવ્યું હોવાનું જાણવા મળતા, મરનારના વાલીવારસોને બારડોલી રેલ્વે આઉટ પોસ્ટ મૂકામે સંપર્ક સાધવા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application