Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : રોલર મશીનમાં માથું ફસાતા 23 વર્ષીય યુવકનું મોત

  • January 18, 2021 

સરભોણ નજીક નિણત ગામની સીમમાં આવેલી હાઈકોર્ટ બોર્ડ પ્રાઈવેટ કંપનીમાં મજુરી કામ કરી ગુજરાન ચાલતો 23 વર્ષીય યુવક અશોક બોડાભાઈ તડવી(મૂળ.મહારાષ્ટ્ર)જે હાઈટેક કંપનીમાં ફિટિંગ બેલ્ટ કન્વેયર મશીન ઉપર કામ કરી રહ્યો હતો.

 

 

તેવા સમયે મશીન નં.3 ઉપર કન્વેયર મશીનનો બેલ્ટ સાઈડમાં ઉતરી જતા તેમાંથી બગાસ નીચે પડવા લાગ્યું હતું અને ખાડામાં આવેલા રોલર પાસે બગાસ સાફ કરતા નીચે ઉતરતા આકસ્મિક રીતે અશોક તડવીનું માથું અને રોલર વચ્ચે ફસાઈ જતા તેના માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચતા અશોકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના તબીબી એ અશોકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે બારડોલી પોલીસ એ જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application