બારડોલી તાલુકાના ઈસરોલી ગામે આવેલા બાવળી ફળિયામાં રહેતા યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બારડોલી તાલુકામાં ઈસરોલી ગામના બાવળી ફળિયામાં પોતાના કાકા સાથે રહેતો 22 વર્ષીય યુવક વિનોદ હળપતિને તેના કાકા ભગુભાઈ હળપતિ દારૂ પીવાની આદત ધરાવતો હતો અને રખડતું જીવન ગુજારતો હોવાથી તેને સુધારવાની કોશિષ કરતા કાકાકે તેની ખરાબ આદતો સુધારવા બાબતે ઠપકો આપતા વિનોદને માઠું લાગી આવતા તેણે પોતાની ઘરની છાપરીમાં વાંસ સાથે કાપડની દોરી બાંધી પોતાના ગળામાં ફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application