સુરત તાલુકાનાં બારડોલી તાલુકાનાં મોતા ગામે આવેલા અંબામાતાના મંદિરની બાજુમાં જુગાર રમી રહેલા પાંચ શખ્સોને બારડોલી પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર શખ્સો નાસી છૂટતા તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે, મોતા ગામે આવેલા અંબામાતાના મંદિરની બાજુમાં ખુલ્લી બંગલીમાં કેટલાક ઇસમો પત્તા પાનાં પર હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર જઈ રેડ કરતા સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસે નરેશ જગુ પરમાર, બાલુ શંકર રાઠોડ, કાળુ છીબા પટેલ, નરેશ મોતી રાઠોડ, વિજય કિશન રાઠોડને ઝડપી લીધા હતા.
જ્યારે ભિમા વિનોદ રાઠોડ, જેન્તી મણિ રાઠોડ, મનીષ મોહન રાઠોડ અને રમેશ ઠાકોર રાઠોડ નાસી છૂટતા પોલીસે ચારેયને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી અંગઝડતીના રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500