બારડોલીના ગાંધી રોડ પર આવેલી રાજપૂત સમાજની વાડીની સામે અમર સેનેટરી દુકાનના ખુલ્લા શેડમાં એપ્લીકેશન પર તીનપત્તી, લકી સેવન અને ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમી રહેલા ત્રણ ઈસમોને પોલીસે રંગે હાથ પકડી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા 63,190/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી પોલીસ સ્ટાફના માણસોને મળેલ ખાનગીના આધારે, બારડોલીના ગાંધીરોડ પર રાજપૂત સમાજની વાડી સામે આવેલી અમર સેનેટરીની દુકાનના ખુલ્લા પતરાના શેડમાં રાજેન્દ્ર વાસવાણી નામની વ્યક્તિ અન્ય માણસોને ભેગા કરી ગેરકાયદેસર રીતે મોબાઇલ એપ્લીકેશનના મહાદેવ બુક એપ્લીકેશન ઉપર તીનપત્તિ, લકી સેવન અને ક્રિકેટ મેચ પર હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા સ્થળ ઉપરથી ત્રણ ઈસમોને ઝડપી પાડી અને તેમના હાથમાં મોબાઇલ ફોન રાખી એકબીજા સાથે ચર્ચા કરતાં હતા. જેથી પોલીસે ત્રણેયને પકડી મોબાઇલ ફોન લઈ લીધા હતા અને એપ્લીકેશન બાબતે પૂછપરછ કરતાં તેઓ તેના પર જુગાર રમતા હોવાની કબૂલાત કરી હતી. આમ, પોલીસે રાજેન્દ્ર ઇન્દુમલ વાસવાણી (ઉ.વર્ષ 36, રહે.231,લેક પેલેસ,બાબેન,તા.બારડોલી), તરુણ બળવંત પટેલ (ઉ.વર્ષ 38, રહે 4/5,વિનાયક પાર્ક,શાસ્ત્રી રોડ,બારડોલી) અને કલ્પેશ રઘુરાજ રાજપૂત (ઉ.વર્ષ 41, રહે. એસ.બી.પાર્ક,બારડોલી)ના ઓને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન જેની કીંમત રૂપિયા 30 હજાર અને રોકડા રૂપિયા 33,190 આમ કુલ રૂપિયા 63,190/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500