ઓક્ટોબર મહિનો આવી રહ્યો છે. જો તમે ઓક્ટોબર મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ કરવા જઈ રહ્યા છો, તો પહેલા આ સમાચાર ચોક્કસ વાંચો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ઓક્ટોબર 2022 માટે રજાઓ ની યાદી જાહેર કરી છે. આ યાદી અનુસાર ઓક્ટોબર મહિનામાં કુલ 21 દિવસ બેંકો બંધ રહેવાની છે.
RBI એ ત્રણ કેટેગરીમાં રજાઓ વહેંચી
ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક એ બેંક હોલિડે લિસ્ટને ત્રણ કેટેગરીમાં વિભાજિત કર્યું છે. તેમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ હોલીડે અને બેંક ક્લોઝિંગ ઓફ એકાઉન્ટ્સ નો સમાવેશ થાય છે. એટલે કે રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત કેટલીક રાજ્ય-વિશિષ્ટ રજાઓ છે, જેમાં તમામ રવિવાર તેમજ મહિનાના બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે ઓક્ટોબર મહિનામાં બેંકો કયા દિવસે બંધ રહેશે.
ઓક્ટોબરમાં ક્યારે - ક્યારે રહેશે બેંકની રજા
1 ઓક્ટોબર - બેંકનું અર્ધવાર્ષિક બંધ (આખા દેશમાં)
2 ઓક્ટોબર - રવિવાર અને ગાંધી જયંતીની રજા (આખા દેશમાં)
3 ઓક્ટોબર - મહાઅષ્ટમી (દુર્ગા પૂજા) (અગરતલા, ભુવનેશ્વર, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકાતા, પટના, રાંચીમાં રજા)
4 ઓક્ટોબર - મહાનવમી / શ્રીમંત શંકરદેવનો જન્મોત્સવ (અગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ગુવાહાટી, કોલકાતા, ચેન્નાઈ, ગંગટોક, કાનપુર, કોચી, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમમાં રજાઓ રાખવામાં આવશે)
5 ઓક્ટોબર - 5 ઓક્ટોબર દુર્ગા પૂજા/દશેરા (વિજય દશમી) (દેશભરમાં રજા)
6 ઓક્ટોબર દુર્ગા પૂજા (દશાંઈ) (ગંગટોકમાં રજા)
7 ઓક્ટોબર - દુર્ગા પૂજા (દશાંઈ) (ગંગટોકમાં રજા)
8 ઓક્ટોબર - બીજા શનિવારની રજા અને મિલાદ-એ-શરીફ/ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (પયગમ્બર મુહમ્મદનો જન્મદિવસ) (ભોપાલ, જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં રજા)
9 ઓક્ટોબર - રવિવાર
13 ઓક્ટોબર - કરવા ચોથ (શિમલા)
14 ઓક્ટોબર ઈદ-એ-મિલાદ-ઉલ-નબી (જમ્મુ, શ્રીનગરમાં રજા)
16 ઓક્ટોબર - રવિવાર
18 ઓક્ટોબર - કટી બિહુ (ગુવાહાટીમાં રજા)
22 ઓક્ટોબર - ચોથો શનિવાર
23 ઓક્ટોબર - રવિવાર
24 ઓક્ટોબર કાલી પૂજા/દિવાળી/નરક ચતુર્દશી (ગંગટોક, હૈદરાબાદ અને ઇમ્ફાલ સિવાય સમગ્ર દેશમાં રજા)
25 ઓક્ટોબર લક્ષ્મી પૂજા/દિવાળી/ગોવર્ધન પૂજા (ગંગટોક, હૈદરાબાદ, ઇમ્ફાલ અને જયપુરમાં રજા)
26 ઓક્ટોબર ગોવર્ધન પૂજા/વિક્રમ સંવત નવા વર્ષનો દિવસ/ભાઈ દૂજ/દિવાળી (બાલી પ્રતિપદા)/લક્ષ્મી પૂજા/પ્રવેશ દિવસ (અમદાવાદ, બેંગલુરુ, બેંગલુરુ, દેહરાદૂન, ગેંગટોક, જમ્મુ, કાનપુર, લખનૌ, મુંબઈ, નાગપુર, શિમલા, શ્રીનગરમાં રજા રહેશે
27 ઓક્ટોબર ભાઈ દૂજ / ચિત્રગુપ્ત જયંતિ / લક્ષ્મી પૂજા / દીપાવલી / નિંગોલ ચક્કુબા (ગંગટોક, ઇમ્ફાલ, કાનપુર, લખનૌમાં રજા)
30 ઓક્ટોબર - રવિવાર
31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ / સૂર્ય ષષ્ઠી દળ છઠ (સવારે અર્ઘ્ય) / છઠ પૂજા (અમદાવાદ, રાંચી અને પટનામાં રજા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500