Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આસામમાં ગૌમાંસ રાખવા કે વેચવા પર પ્રતિબંધ, રાજ્યનાં તમામ રેસ્ટોરંટ અને હોટેલોમાં હાલ ગૌમાંસ વેચવામાં આવી રહ્યું નથી

  • December 05, 2024 

આસામમાં બીફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેની જાહેરાત મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમા દ્વારા કરવામાં આવી હતી. જેને પગલે સમગ્ર રાજ્યમાં હવેથી ગૌમાંસ રાખવા કે વેચવા પર પ્રતિબંધ રહેશે, રાજ્યના તમામ રેસ્ટોરંટ અને હોટેલોમાં હાલ ગૌમાંસ વેચવામાં નથી આવી રહ્યું. આસામના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા સરમાએ કહ્યું હતું કે, અમે આસામમાં ગૌહત્યા રોકવા માટે ત્રણ વર્ષ પહેલા જ કાયદો લાવ્યા હતા. આ કાયદાથી ગૌહત્યા રોકવામાં ઘણી સફળતા મળી છે. હવે અમે નિર્ણય લીધો છે કે આસામના કોઇ પણ રેસ્ટોરંટ કે હોટેલમાં ગૌમાંસ નહીં વેચી શકાય.


એટલુ જ નહીં જાહેર સ્થળો કે લગ્ન સહિતના સમારોહમાં પણ ગૌમાંસ નહીં પિરસી શકાય. અગાઉ આસામમાં મંદિરોની આસપાસ ગૌમાંસ વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જેને હવે સમગ્ર રાજ્યમાં લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ બાદ આસામ સરકારના મંત્રી પીજૂષ હઝારિકાએ કહ્યું હતું કે જે પણ લોકોને ગૌમાંસ વેચવા પર લગાવાયેલો આ પ્રતિબંધ પસંદ ના હોય તેઓ પાકિસ્તાન જતા રહે. હું આસામમાં કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે કાં તો તેઓ સરકારના આ નિર્ણયનું સ્વાગત કરે અથવા તો પાકિસ્તાન જતા રહે. તાજેતરમાં આસામમાં પણ પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં ભાજપની જીત પર કોંગ્રેસે આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે ભાજપે મતદારોને બીફ પાર્ટી આપીને લુભાવીને તેમના મત લીધા છે. જેને પગલે આસામના મંત્રીએ આ આરોપો લગાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application