પંજાબના સરહદી ગામોમાં રહેતા લોકોમાં સલામતીની ભાવના દ્રઢ કરવા BSF દ્વારા અનેકવિધ કાર્યક્રમો 'બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ' (BADP) નીચે હાથ ધર્યા છે. જેથી આ સરહદી ગામોનું ચિત્ર જ બદલાઇ ગયું છે. જયારે યુવાનોને સ્વરક્ષણ માટેની તો તાલીમ અપાય જ છે પરંતુ તેથીએ વધુ તેઓ ડ્રગથી દૂર રહેવા સમજાવવામાં આવે છે સાથે તેઓનું કૌશલ્ય વધે તેવી તાલીમ પણ આ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ નીચે આપવામાં આવેલ છે.
તેમજ સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું છે અને રમતગમતની પ્રવૃત્તિ પણ હાથ ધરાઈ છે. ડ્રગ અને ડ્રગ સ્મગલિંગ આ સરહદી ગામોમાં સૌથી મોટો પડકાર છે. BSF દ્વારા આ સાથે શૈક્ષણિક કાર્યક્રમ પણ ઝુંબેશની જેમ જ હાથ ધરાઈ રહ્યો છે યુવાનોને વૉલીબોલ, ફૂટબોલ, કબ્બડી ટુર્નામેન્ટમાં પણ રસ લેતા કરવામાં આવે છે. BSF દ્વારા સરહદી ગામોમાં શાળાઓ સહિત વિવિધ કાર્યક્રમો માટે દર વર્ષે રૂા. 60 થી 70 લાખ ખર્ચવામાં આવે છે.
યુવાનોને ઇલેક્ટ્રિકલસ, પ્લમ્બિંગ, સુથારીકામ વગેરેની તાલીમ અપાય છે જ્યારે યુવતીઓને સીવણ કામ પણ શીખવાડવામાં આવે છે તેઓને સીવવાના સંચા પણ અપાય છે. આ ઉપરાંત ગ્રામવાસીઓને બાગાયત તથા ખેતીવાડીની વૈજ્ઞાનિક પદ્ધતિ પણ શીખવાડવામાં આવે છે જેમાં ઓર્ગેનિક ફાર્મિગ, વોટર હાર્વેસ્ટિંગ વગેરે શીખવાડવામાં આવે છે. તેથી આ સરહદી ગામોમાં રહેતા યુવાનોની આવક પણ વધી છે.
સિવિક એક્શન પ્રોગ્રામ નીચે બીએસએફએ સ્ટેશનરી, કોમ્પ્યુટર્સ, RO સિસ્ટમ, સ્પોર્ટસ કીટસ વગેરે પણ વહેંચ્યા છે તથા બાયો ટોયલેટ્સ, વૉટર સ્ટોરેજ ટેન્કસ ફૂટબોલ વોલીબોલ વગેરે વહેંચ્યા છે તે ઉપરાંત ગ્રામીણો માટે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ પણ યોજવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500