Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરપાલિકા પર ભાજપનો કેસરિયો લહેરાયો : ભાજપની બેઠકોમાં વધારો થયો

  • March 02, 2021 

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી 2021 : વ્યારા નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 28 બેઠકો પર ચૂંટણી થઈ હતી અને તેમાં 28 બેઠકોમાંથી 22 બેઠકો પર આજરોજ ભાજપનો વિજય થતાં ફરી એક વખત વ્યારા નગરપાલિકા ભાજપે કબજે કરી છે. વ્યારા નગરપાલિકામાં ભાજપને 22 અને 6 બેઠક કોંગ્રેસને મળી છે. વ્યારા નગરપાલિકાની ગત ચુંટણીમાં ભાજપે 16 બેઠકો મેળવી હતી એ જોતાં ભાજપની બેઠકોમાં વધારો થયો છે. ફરી ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકર્તાઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે.

 

 

 

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો હવે સ્પષ્ટ થઈ ચુક્યા છે જેમાં વ્યારા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બીજી વાર જીત હાંસલ કરી છે. વ્યારા નગરપાલિકાની કુલ- 7 બેઠકો ઉપર 16206 પુરૂષ અને 16471 સ્ત્રી મતદારો મળીને કુલ 32677 મતદારો નોંધાયા હતા. જેમાં કુલ 73.91 ટકા જેટલું મતદાન થયું હતું. 

 

 

 

 

વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં આજરોજ મતગણતરી શરૂ થતા ભાજપનો ભવ્ય વિજયનું પુનરાવર્તન થયું છે. નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં ભાજપના 22 અને કોંગ્રેસના 6 ઉમેદવારો વિજેતા જાહેર થયા હતા. નોટા 203 મતો અને કુલ અમાન્ય મતો 10 નોંધાયા હતા જ્યારે 1 મત સુપરત થયો હતો.

 

 

 

 

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી 2021 : વ્યારા નગરપાલિકાની ચુંટણીમાં વિજેતા ઉમેદવારો

 

વોર્ડ નંબર-1
  1. .નયનાબેન હરેશભાઈ ગામીત, ભાજપના ઉમેદવાર (વોટ-1589)
  2. દુર્ગાબેન સતીષભાઈ ગામીત, ભાજપના ઉમેદવાર (વોટ-1572)
  3. મહેશભાઈ ફરામભાઈ ગામીત, ભાજપના ઉમેદવાર (વોટ-1515)
  4. રીતેષભાઈ ઉપાધ્યાય, ભાજપના ઉમેદવાર (વોટ-1615)

 

 

વોર્ડ નંબર-2
  1. પ્રીતિબેન જીતેન્દ્રભાઈ ગામીત, ભાજપના ઉમેદવાર (વોટ-1835)
  2. નિમિષાબેન હેમંતભાઈ તરસાડીયા, ભાજપના ઉમેદવાર (વોટ-1871)
  3. સંજય ભાનુશેઠ સોની, ભાજપના ઉમેદવાર (વોટ-1869)
  4. મૃણાલકુમાર યજ્ઞેશભાઈ જોષી, ભાજપના ઉમેદવાર (વોટ-1810)

 

 

વોર્ડ નંબર-3
  1. રતિલાબેન રાજનભાઈ ચૌધરી, ભાજપના ઉમેદવાર (વોટ-1282)
  2. નીલમબેન ગૌરાંગભાઈ શાહ, ભાજપના ઉમેદવાર (વોટ-1357)
  3. કુલીનભાઈ શિરીષભાઈ, ભાજપના ઉમેદવાર (વોટ-1664)
  4. અલ્પેશભાઈ સખારામભાઈ પટેલ, ભાજપના ઉમેદવાર (વોટ-1477)

 

 

વોર્ડ નંબર-4
  1. રાહેલબેન સુનીલભાઈ ગામીત, કોંગ્રેસના ઉમેદવાર (વોટ-1567)
  2. રીનાબેન નયનભાઈ પટેલ, ભાજપના ઉમેદવાર (વોટ-1668)
  3. કલ્પેશભાઈ ઈશ્વરભાઈ ઢોડીયા, ભાજપના ઉમેદવાર (વોટ-1750)
  4. જોનીલભાઈ ગિરીશભાઇ ગામીત, કોંગ્રેસના ઉમેદવાર (વોટ-1604)

 

 

વોર્ડ નંબર-5
  1. કિતાબેન જીતુભાઈ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર (વોટ-1805)
  2. દ્રષ્ટિ ઉદયભાઈ જોષી, કોંગ્રેસના ઉમેદવાર (વોટ-1770)
  3. દયારામ અંકુશભાઈ ભોઈ, કોંગ્રેસના ઉમેદવાર (વોટ-1800)
  4. દિલીપભાઈ અમૃતભાઈ જાદવ, કોંગ્રેસના ઉમેદવાર (વોટ-1804)

 

 

વોર્ડ નંબર-6
  1. સેજલબેન હેમંતભાઈ રાણા, ભાજપના ઉમેદવાર (વોટ-1847)
  2. પ્રીતિબેન અતુલભાઈ શાહ, ભાજપના ઉમેદવાર (વોટ-1903)
  3. રાકેશભાઈ દિનેશભાઈ ચૌધરી, ભાજપના ઉમેદવાર (વોટ-1713)
  4. પરેશકુમાર ભીખુભાઈ શાહ, ભાજપના ઉમેદવાર (વોટ-1769)

 

વોર્ડ નંબર-7
  1. નીલાબેન ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ, ભાજપના ઉમેદવાર (વોટ-1939)
  2. જમનાબેન નાનાભાઈ બિરાડે, ભાજપના ઉમેદવાર (વોટ-2060)
  3. જયેશભાઈ અશ્વિનભાઈ રાઠોડ, ભાજપના ઉમેદવાર (વોટ-1991)
  4. સુધીરસિંહ ચંદ્રસિંહ ચૌહાણ, ભાજપના ઉમેદવાર (વોટ-1913)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application