Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી જીઆઇડીસી સ્થિત એક હોટલમાં ઈસમે ઝેરી દવા પી લઈ જીવન ટુંકાવ્યું

  • December 30, 2021 

રાજકોટના સહકાર મેન રોડ ખાતે આશિર્વાદ પાર્ક શેરી નંબર-1માં રહેતા મનિષાબેન કમલેશભાઇ ચૌહાણએ બુધવારે વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં જાહેરાત આપતા જણાવ્યું હતું કે, પતિ કમલેશભાઇ કડિયાકામના કારીગર હોય અને બંને છોકરાઓ તે કામ શીખવા માટે તેમની સાથે જતા હતા. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરોનાના કારણે ધંધામાં મંદી આવતા કડિયાકામ મળતું ન હોય અને તેના કારણે ઘરમાં પૈસાની તંગી પડતી હોય પતિ ટેન્શનમાં રહેતા હતા. ઘરમાં બે છોકરા, સાસુ-સસરા અને પતિનીનું ભરણપોષણ કરવામાં મુશ્કેલી પડતી હોય સાતેક માસ પહેલા કમલેશભાઇ ઘરથી કોઇને કહ્યા વગર ચાલી ગયા હતા અને થોડા દિવસ પછી તેઓ ફરીથી આવી ગયા હતા. જોકે ગત તા.24 ડીસેમ્બરના વહેલી સવારે કમલેશભાઇ ફરીથી ઘર છોડીને નીકળી જતા અગાઉની જેમ પરત આવી જશે તેમ વિચારી આ અંગે પોલીસમાં જાણ કરાઇ ન હતી.પરંતુ ગત તા.28મી ડિસેમ્બરના રોજ પતિના ફોન ઉપરથી વાપી જીઆઇડીસી પોલીસનો કોલ આવ્યો હતો અને તેમણે જણાવેલ કે, વાપી જીઆઇડીસી સ્થિત પુરોહિત ગેસ્ટ હાઉસમાં તા.25ના રોજ કમલેશભાઇ આવ્યા હતા અને તા.28મી નારોજ જમી પરવારીને રૂમમાં ગયા બાદ મોડે સુધી દરવાજો ન ખોલતા બારીમાંથી જોતા તેઓ પલંગ પરથી જમીન ઉપર પડેલી હાલતમાં દેખાયા હતા અને કોઇ ઝેર ગટગટાવી લેતા તાત્કાલિક સારવાર માટે તેઓ વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે જીઆઇડીસી પોલીસ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application