તાપી જિલ્લામાં ખેડૂતોને આધુનિક કૃષિ ટેકનોલોજીનો લાભ મળે, ખેતીના કામો સમયસર પૂરા કરી શકે તથા મજુર અછતની સમસ્યાને પહોચી વળવા રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ મારફત કૃષિ યાંત્રિકરણની વિવિધ યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે.
જે અન્વયે જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન વિવિધ ખેત ઓજારો હેઠળ કુલ ૩૧૨૯ ખેડૂતોને આવરી લઇ અંદાજિત રૂ. ૫.૪૬ કરોડ સહાય આપવામાં આવશે. AGR-50 યોજના હેઠળ ટ્રેક્ટર ઘટક માટે ૧૯૦ ખેડૂતોને રૂ. ૯૧.૨૦ લાખ, કિસાન પરીવહન યોજના હેઠળ ૬૫ ખેડૂતોને અંદાજિત રૂ. ૩૯ લાખ, કલ્ટીવેટર ઘટક માટે ૧૨૪ ખેડૂતોને રૂ. ૧૯.૮૪ લાખ, પ્લાઉ ઘટક માટે ૯૩ ખેડૂતોને રૂ. ૧૩.૯૫ લાખ, પાવર ટીલર ઘટક માટે ૧૧૪ ખેડૂતોને રૂ. ૯૧.૨૦ લાખ, પાવર થ્રેસર ઘટક માટે ૨૫ ખેડૂતોને રૂ. ૨૫ લાખ, રોટાવેટર ઘટક માટે ૧૮૪ ખેડૂતોને રૂ. ૭૩.૬૦ લાખ, લેસર લેન્ડ લેવલર ઘટક માટે ૭ ખેડૂતોને રૂ. ૧૦.૫૦ લાખ, તથા હેરો ઘટક માટે ૯ ખેડૂતોને રૂ. ૧.૬૧ લાખની સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સમયસર ખેતઓજારોની ખરીદી કરી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.બી.ગામીતની અખબારી યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500