Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત્તીસગઢનાં દારૂ કૌભાંડ સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ 205 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત

  • May 05, 2024 

છત્તીસગઢના દારૂ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસની તપાસ હેઠળ સેવાનિવૃત્ત IAS અધિકારી અનિલ ટુટેજા, રાયપુર મેયરના ભાઇ તર્થા એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના પૂર્વ અધિકારી અને સ્પેશિયલ સેક્રેટરી અને અન્ય વ્યકિતઓની 205 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ EDએ એક નિવેદનમાં જણાવ્યું છે. ટાંચમાં લેવામાં આવેલ સંપત્તિમાં ટુટેજાની 15.82 કરોડ રૂપિયાની 14 મિલકતો, રાયુર મેયર અને કોંગ્રેસ નેતા એજાઝ ઢેબરના મોટા ભાઇ અનવર ઢેબરની 116.16 કરોડ રૂપિયાની 115 મિલકતો, વિકાસ અગ્રવાલ ઉર્ફે સુબ્બુની 12.99 કરોડ રૂપિયાનની મિલકતો, અરવિંદ સિંહની 12.99 કરોડ રૂપિયાની 33 મિલકતાનો સમાવેશ થાય છે.


ઇન્ડિયન ટેલિકોમ સર્વિસના અધિકારી અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ સેક્રેટરી અરૂણપતિ ત્રિપાઠીની 1.35  કરોડની મિલકતો, દારૂના ઉદ્યોગપતિ ત્રિલોક સિંહ ધિલ્લોનની 28.13 કરોડ રૂપિયાની 9 મિલકતો, નવીન કેડિયાની 27.96 કરોડ રૂપિયાની મિલકતો પણ ટાંચમાં લેવામાં આવી છે. આ ઉપરાંત EDએ આશિષ સૌરભ કેડિયાની 1.2 કરોડ રૂપિયાની ચાલુ મિલકતો અને નેક્સજેન એન્ગિટેક પાવર પ્રાઇવેટ લિમિટેડના નામે રજિસ્ટર્ડ વાહન પણ ટાંચમાં લેવામાં આવ્યું છે. અનવર ઢેબરની ટાંચમાં લેવામાં આવેલી મિલકતોમાં રાયપુરની હોટેલ વેનિંગટન કોર્ટનો પણ સમાવેશ થાય છે. આ હોટેલ ઢેબર બિલ્ડિકોન નામની કંપનીની માલિકીની છે. ટાંચમાં લેવામાં આવેલ કુલ મિલકતોમાં 161 સ્થિર અને 18  ચાલુ મિલકતોનો સમાવેશ થયા છે જેનું કુલ મૂલ્ય 205.49 કરોડ રૂપિયા થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application