Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘સ્વચ્છતા અભિયાન’ અંતર્ગત ડાંગ પોલીસ દ્વારા કબ્જે કરાયેલ વાહનોની હરાજી કરાઇ

  • November 07, 2023 

રાજ્યમા ચાલી રહેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તા.૪ નવેમ્બરના રોજ ડાંગ જિલ્લા પોલીસ વડા, તેમજ નાયબ પોલીસ અધિક્ષકની આગેવાની હેઠળ ડાંગ જિલ્લાના આહવા, સાપુતારા અને વઘઇ પોલીસ સ્ટેશન ખાતે બિનવારસી વાહનો કે જે સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન કબજે કરેલ કુલ ૨૧ જેટલા ફોર વ્હીલર/ટુ વ્હીલર વાહનોની હરાજી કરવામા આવી હતી. ડાંગ જિલ્લામા અત્યાર સુધી કેસ ફેસલ થયેલ તેમજ પ્રાણી ક્રુરતા અધિનિયમ હેઠળ કબજે કરેલ કુલ ૭૧ જેટલા નાના-મોટા નિલામી યોગ્ય તમામ વાહનોની હરાજી કરી દેવામા આવેલ છે. ઉલ્લેખનીય છે કે, સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ સહિત જુના બિનઉપયોગી ફર્નિચર, વાહનોના ટાયર ટ્યુબ સહિતનો ભંગાર, રદ્દી પસ્તીનો નિકાલ, તથા જુના કંડમ કરવાપાત્ર વાહનોનો નિકાલ કરવાની ઝુંબેશ પણ આરંભવામાં આવી છે. જેના ભાગરૂપે ડાંગ પોલીસે આ વાહનોનો નિકાલ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application