Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન : ચોમાસુ કર્ણાટક અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે

  • May 30, 2022 

ભીષણ ગરમીની વચ્ચે ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું ત્રણ દિવસ પહેલા આગમન થઇ ગયું છે. આ સાથે જ દેશમાં ચાર મહિના ચાલતી વર્ષાઋતુનો પ્રારંભ થઇ ગયો છે. સામાન્ય રીતે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન 1 જૂને થાય છે.




ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હવે આ ચોમાસુ કર્ણાટક અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. જોકે કેરળમાં શનિવારથી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 14 વેધર મોનિટરિંગ સ્ટેશનોમાંથી 10માં વરસાદનું આગમન થઇ ગયું છે. રાજ્યમાં કુલ 2.5 મિમી વરસાદ પડયો છે.




આઇએમડીનાં ડાયરેક્ટર જનરલ મૃતયુનજય મોહાપાત્રાએ જણાવ્યું હતું કે, તા.29 મે રવિવારનાં રોજ કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. કેરળમાં સામાન્ય રીતે ચોમાસાનું આગમન 1 જૂને થાય છે. ચોમાસુ કેરળ અને તમિલનાડુ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણથી ચાર દિવસોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળના બાકીના ભાગોમાં, તમિલનાડુ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં પ્રવેશ કરશે.




ઉલ્લેખનીય છે કે, માર્ચથી 28 મે સુધીના સમયગાળામાં કર્ણાટકમાં 136 ટકા, લક્ષદ્રીપમાં 112 ટકા, કેરળમાં 98 ટકા, પુડુચેરીમાં 87 ટકા અને આંધ્રપ્રદેશમાં 34 ટકા વરસાદ પડયો હતો. આ દરમિયાન છત્તીસગઢના જશપુર જિલ્લામાં વીજળી પડવાથી એક સગીરા સહિત 3  લોકોનાં મોત થયા છે અને અન્ય 9 લોકો ઘાયલ થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. બુર્જુદિહ ગામમાં ભરાતા સાપ્તાહિક બજારમાં ખાણી-પીણીની એક નાની દુકાન પર વીજળી ત્રાટકતા આ દુર્ઘટના સર્જાઇ હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application