Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનગર માં કુરાને શરીફના પુસ્તકો સળગાવી દેવાના પ્રકરણમાં 2 જણાની ધરપકડ

  • January 30, 2021 

સોનગઢના દેવજીપુરા, જુનાગામ વિસ્તારમાં આવેલ ખોજાની મસ્જીદ સામે રહેતા મોહમ્મદ ફારૂક ઈસ્માઈલ હવેલીવાલાનું સોનગઢના બાપાસીતારામ નગરમાં આવેલ ઘરનું (ઈબાદતખાના) નું ગત તારીખ 27મી ની રાત્રે કોઈ અજાણ્યા ઇસમોએ તાળુ તોડી ગુનાહિત ઈરાદાથી અંદર પ્રવેશ કરી ઘરમાં (ઈબાદતખાના )માં મુકેલ કબાટનો દરવાજો તોડી, કબાટમાંથી કુરાને શરીફના પુસ્તકો નંગ-6 તથા બીજા ધાર્મિક પુસ્તકો બહાર કાઢી સળગાવી દેવામાં આવ્યા હતા એટલું જ નહી ચટાઈ પણ સળગાવી દેવામાં આવી હતી તેમજ ઘડિયાળ તોડી પંખાને પણ વાંકો વાળી નુકશાન કર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓને થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘટના અંગે પોલીસે મોહમ્મદ ફારૂક ઈસ્માઈલ હવેલીવાલાની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમો વિરુધ્ધ ગંભીર ગુનો નોંધી કસુરવારોને શોધવા કવાયત હાથ ધરી હતી.જેમાં બે કસુરવારોને ઝડપી પાડવામાં તાપી પોલીસને મોટી સફળતા મળી છે,

 

 

 

 

પોતાના ઘર/વિસ્તારમાં રહેણાંકના મકાનનો ઉપયોગ મુસ્લિમો દ્વારા નમાજ પઢવા માટે કરતા હોઇ.જેથી તેઓ નારાજ  હોવાથી કુરાને શરીફના પુસ્તકો તથા બીજા ધાર્મિક પુસ્તકો સળગાવી દેવામાં આવ્યા હતા

બાપાસીતારામ નગરમાં જ રહેતા (1) આશિષભાઇ નિમ્બાભાઇ પાટીલ (ઉ.વ.26) તથા (2) ગોપાલભાઇ રામભાઇ પાટીલ (ઉ.વ.29) બંને રહે.બાપા સીતારામનગર તા.સોનગઢ જિ.તાપીના ઓની સંડોવણી જણાતાં અટક કરવામાં આવી છે અને આ બનાવ અંગે બંને જણા ની કડક પુછપરછ દરમ્યાન જણાઇ આવેલ છે કે, પોતાના ઘર/વિસ્તારમાં રહેણાંકના મકાનનો ઉપયોગ મુસ્લિમો દ્વારા નમાજ પઢવા માટે કરતા હોઇ.જેથી તેઓ નારાજ  હોવાથી કુરાને શરીફના પુસ્તકો તથા બીજા ધાર્મિક પુસ્તકો સળગાવી દેવામાં આવ્યા હતા એટલું જ નહી ચટાઈ પણ સળગાવી દેવામાં આવી હતી તેમજ ઘડિયાળ તોડી પંખાને પણ વાંકો વાળી નુકશાન કર્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. હાલ અબને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ તાપી પોલીસ કરી રહી છે.

 

 

(1) આશિષભાઇ નિમ્બાભાઇ પાટીલ (ઉ.વ.26) તથા (2) ગોપાલભાઇ રામભાઇ પાટીલ (ઉ.વ.29) બંને રહે.બાપા સીતારામનગર તા.સોનગઢ જિ.તાપીના ઓની સંડોવણી જણાતાં અટક કરવામાં આવી..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application