Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સુકાનીઓની કરાઈ નિયુક્તિ-વિગતે જાણો

  • June 22, 2021 

સ્થાનિક સ્વરાજ્ય નો જંગ પૂર્ણ થયા બાદ તેમાં ભાજપે જ સપાટો બોલાવી દિધો હતો.સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી તેમજ વિવિધ સમિતિઓની રચના કર્યા બાદ સમિતિઓના સુકાનીઓની નિયુક્તિ કરવાની બાકી હતી. જે પ્રક્રિયા ભાજપના શાસકો દ્વારા જિલ્લા પંચાયતના ૧૨૦૦ કરોડના વહીવટ માટે સમિતિઓના અધ્યક્ષોની વરણીનો દોર આજે પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ મહત્વની મનાતી જાહેર બાંધકામ જેવી સમિતિના અધ્યક્ષપદ માટે બે સદસ્યોની લડાઈમાં ત્રીજા રોહિત પટેલ નસીબના બળિયા પુરવાર થયા અને તેમને જાહેર બાંધકામ સમિતિ નું અધ્યક્ષપદ આપવામાં આવ્યું છે.

 

 

 

 

 

જાહેર બાંધકામ ના અધ્યક્ષ પદ ની બેની લડાઈમાં ત્રીજા રોહિત પટેલ નસીબના બળિયા પુરવાર થયા અને જાહેર બાંધકામ સમિતિનો જેકપોટ લાગ્યો.

સુરત જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની વિવિધ ૯ સમિતિઓની રચના કરી દેવામાં આવી હતી ત્યારબાદ આજે તેના સુકાનીઓની નિમણૂક કરવાનો દોર હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ચેરમેનોની સત્તાવાર સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી છે.જેમા માંગરોળ તાલુકાના બે અધ્યક્ષો અને ચોર્યાસી તાલુકા ને છોડીને અન્ય તાલુકાના એક એક અધ્યક્ષ તરીકે લેવામાં આવ્યા છે.

 

 

 

 

 

ભાવિની પટેલ ને શિક્ષણ સમિતિ,અફઝલ પઠાણને ઉત્પાદન-સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન બનાવાયા

આજરોજ વિવિધ સમિતિઓના અધ્યક્ષોની કરવામાં આવેલી નિમણૂકની વાત કરવામાં આવે તો કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે ઉમરપાડા ની ધાણાવડ બેઠક પરથી ચૂંટાયેલા રાજેન્દ્ર મીચરા ભાઈ વસાવા. જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ તરીકે મહુવા બેઠક પરથી ચૂંટાયેલા જીનેશ વિનોદ ભાવસાર. જાહેર બાંધકામ સમિતિમાં માંડવીની ગોદાવાડી બેઠક પરથી ચૂંટાયેલા રોહિત મનહર પટેલ. અપીલ સમિતિ માં પ્રમુખ ભાવેશ નગીનભાઈ પટેલ. સામાજિક ન્યાય સમિતિમાં મુકેશ ભુલાભાઈ રાઠોડ. શિક્ષણ સમિતિમાં પલસાણાની કારેલી પરથી ચૂંટાયેલા ભાવિની અતુલ પટેલ. પાદન સહકાર અને સિંચાઈ સમિતિમાં નાની નરોલી બેઠક પરથી ચૂંટાયેલા અફઝલ ખાન પઠાણ. મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિમાં માંગરોળની સામાન્ય સ્ત્રી પરથી ચૂંટાયેલા નયનાબેન ધર્મેન્દ્રસિંહ સોલંકી ને તેમજ હળપતિ અને ભૂમિહીન ખેત મજુરોની આવાસ બાંધકામ સમિતિમાં સાયણ બેઠક પરથી ચૂંટાયેલા અશોક અંબુભાઈ રાઠોડને અધ્યક્ષ બનાવવામાં આવેલા છે.

 

 

 

 

 

જિનેશ ભાવસાર ને જાહેર આરોગ્ય સમિતિ,રાજેન્દ્ર વસાવા ને કારોબારી સમિતી ના ચેરમેન બનાવાયા

ઉલ્લેખનીય છે કે જાહેર બાંધકામ સમિતિ ના અધ્યક્ષ પદ માટે ભાવિનીબેન પટેલ અને અફઝલ ખાન પઠાણ બંનેએ રાજકીય લોબિંગ કરીને ખૂબજોર ચલાવ્યું હતું પરંતુ બંને ની લડાઈમાં જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ પદ માટે બંનેને પડતા મૂકીને માંડવીની ગોદાવાડી બેઠક પરથી ચૂંટાયેલા રોહિતભાઈ પટેલ ને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.  ભાવિની બેન પટેલ શિક્ષણ સમિતિ જેવી મહત્વની સમિતિ નું અધ્યક્ષ પદ મેળવવામાં સફળ થયા છે. જ્યારે અફઝલ પઠાણને ભાવિની પટેલ સાથે ની લડાઈ ભારે પડવા સાથે  મેરા સુંદર સપના તૂટ ગયા જેવી હાલત થવા પામી છે.આખરે તેમને ઉત્પાદન-સહકાર સમિતિ ના અધ્યક્ષ પદ થી કમને સંતોષ માનવો પડયો છે.

 

 

 

 

ચોર્યાસી તાલુકા ના ત્રણ સદસ્યો છતાં અધ્યક્ષ પદ માટે અવગણના.

સુરત જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માં ચોર્યાસી તાલુકાના ત્રણ સદસ્યો ચૂંટાઈ આવ્યા છે હજીરાની અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી નિલેશ તડવી. અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી અશોક રાઠોડ અને લાજપોર અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠક પરથી જયશ્રીબેન રાઠોડ એમ ત્રણ ત્રણ સદસ્યો ચૂંટાયા હોવા છતાં તેમની અધ્યક્ષ પદ માટે અવગણના કરાઇ છે નિલેશ તડવી  અને અશોક કૈલાશ રાઠોડ બંને હળપતિ અને ભૂમિહીન ખેત મજૂરોની આવાસ બાંધકામ સમિતિમાં છે . જ્યારે જયશ્રીબેન રાઠોડ નો કારોબારી સમિતિમાં સમાવેશ કરાયો છે. એટલે કે નિલેષ  તડવી અને જયશ્રીબેન રાઠોડ કારોબારી સમિતિમાં હોવાથી અધ્યક્ષ પદ નહીં આપ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

 

 

 

 

તમામ સમિતિઓની મુદ્દત અઢી વર્ષની છે.

જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ અને કારોબારી સમિતિમાં નવ- નવ સદસ્યોનો સમાવેશ છે જ્યારે અન્ય બાકીની તમામ સમિતિમાં પાંચ સદસ્યો નો સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ સદસ્યો ની મુદત અઢી વર્ષની રાખવામાં આવી છે શિક્ષણ સમિતિમાં નવ સદસ્યો પૈકી બે અન્ય સદસ્યો હર્ષદ ચૌધરી અને ઠાકોર મકન પટેલને કો-ઓપ્ટ સદસ્ય તરીકે લેવામાં આવ્યા છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application