ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા પત્રકારને, ‘તને બતાવી દઈશ માણસને કહીને ઠોકાવી દઈશ’ એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવા બાબતે તાપી જીલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા આજરોજ જીલ્લા ના એસપી શ્રીમતિ સુજાતા મજમુદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પત્રકારને દેશની ચોથી જાગીરનો દરજ્જો મળેલો છે અને પત્રકાર એ સમાજમાં એક વિશ્વસનીય પાત્રતા ધરાવે છે, પરંતુ ગત રોજ તા.08/02/2021નાં રોજ વાઘોડિયાનાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા રીજનલ ચેનલના પત્રકારને “ તને બતાવી દઈશ માણસને કહીને ઠોકાવી દઈશ” એમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.અમિત ઠાકોર દ્વારા ધારાસભ્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી ધારાસભ્ય સામે કોઈ પગલાં લેવાયા નથી.
તેનો સમગ્ર પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ચોથી જાગીરને દબાણમાં લેવાનો પ્રયત્ન કરનાર ધારાસભ્યને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે તાપી જીલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા જીલ્લા ના એસપી શ્રીમતિ સુજાતા મજમુદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં સંઘના પ્રમુખ શ્રી નિરવ ભાઈ કંસારા,સ્થાપક પ્રમુખ-હરીશભાઈ શાહ,ઉપપ્રમુખ-અનુપભાઈ ભટ્ટ,મહામંત્રી-મહેશભાઈ પ્રજાપતિ,ખજાનચી-સંદીપસિંહ ગોડાદરિયા તેમજ નરેન્દ્રભાઈ ભુવેચિત્રે,લ્પેશભાઈ દવેજી,હેમંતભાઈભાઈ ગામીત અને જયેશભાઈ શાહ હાજર રહ્યા હતા,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500