સુરતમાં ભાજપની કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળી રહી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભાજપ વિરોધી બેનરો લાગી રહ્યા છે. આજે સવારે વોર્ડ નં-૨૮માં સમાવિષ્ટ અને મનપાના દંડક વિનોદ પટેલના મત વિસ્તારમાં આવેલ ભેસ્તાનની જાનકી પાર્ક સોસાયયીમાં બેનર લાગતા ભાજપના નેતાઓ દોડતા થયા છે.
આ અંગે પ્રાપ્ત વધુ વિગત મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મનપાના શાસકોથી નારાજ થયેલા શહેરીજનો દ્વારા ભાજપ વિરોધી બેનરો લગાવીને રોષ વ્યકત કરવામાં આવી રહ્યા છે. રાજકારણમાં ઝબ્બા લેંગાગાધારીઓ, કેટલા તકવાદી અને લેભાગુ બની ગયા છે. ચૂંટણી હોય ત્યારે મતની ભીખ માંગવા માટે વિવિધ વિસ્તારોમાં મતદારોને સપંર્ક કરતા હોય છે. અને ખુદના ઉલ્લુ સીધા થઈ જતા ચૂંટણી જીત્યા બાદ મત વિસ્તારમાં રોકાતા પણ નથી. આવો જ તાલ ભેસ્તાન વિસ્તારની વોર્ડ નં-૨૮માં મનપાના દંડક વિનોદ પટેલના મત વિસ્તારની જાનકી પાર્ક સોસાયટીમાં આજે જોવા મળ્યો છે.
સોસાયટીના રહીશો દ્વારા લગાવેલા બેનરમાં ઉગ્ર રોષ ભાજપના નેતાઓ પ્રત્યે દાખવામાં આવ્યો છે અને ભવિષ્યમાં આ સોસાયટીમાં ભાજપના નેતાઓઍ મતની ભીંખ માગવા માટે વિસ્તારમાં આવવુ નહી ઍવા બેનર લાગ્યા હતા આ અંગનો સોશ્યલ મીડીયામા વિડીયો પણ વાયરલ થતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. સોસાયટીના પ્રમુખ મહેશભાઈ પટેલ કહેવુ છે કે હમોઍ અમારી સોસાયટીના માર્ગનું કામ વખતે ગત વર્ષે માત્ર ફોટો સેશન કરી ગયા પછી ઍક પણ નેતા ડોકાયો નથી ઉપરાંત આઈ.સીના નાણા પ્રત્યે કોપોરેશનમાં ઘણી રજુઆત છતા ઍકપણ રાજકારણીનો આ મુદ્દે યોગ્ય સહકાર મળ્યો ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500