ભારતમાં ઓનલાઈન પેમેન્ટની ઝડપી વૃદ્ધિ વિશે આપણને વારંવાર સાંભળવા મળે છે. હવે ભારતે આ મામલે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. સરકારી આંકડાઓ અનુસાર વર્ષ 2022 માં દુનિયામાં થઈ રહેલા ડિજિટલ પેમેન્ટમાંથી 46 ટકા માત્ર ભારતમાં થઈ રહ્યા છે. આ આંકડો વિશ્વના ચાર મોટા દેશોના સંયુક્ત આંકડા કરતાં વધુ છે.
વર્ષ 2022માં 89.5 મિલિયન ડિજિટલ વ્યવહારો થયા
MyGovIndiaના ડેટા અનુસાર ભારતે 2022માં 89.5 મિલિયન ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે અને દેશ ઓનલાઈન પેમેન્ટના સંદર્ભમાં નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો છે. તેને વેલ્યૂ અને વોલ્યુમ બંને દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. અહેવાલ અનુસાર, RBIના એક નિષ્ણાતે કહ્યું છે કે આ 89.5 મિલિયન ટ્રાન્ઝેક્શન એ વાતનો પુરાવો છે કે ભારતની પેમેન્ટ ઇકોસિસ્ટમ અને તેની સ્વીકૃતિ બંને જંગી રીતે વધી રહી છે.
દેશ કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યો છે : MyGovIndia
MyGovIndiaએ આ અંગે એક ટ્વિટ કરીને કહ્યું છે કે ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં ભારતનું વર્ચસ્વ યથાવત્ છે. તેમાં સતત નવીનતાઓ અને વિસ્તૃત કવરેજને કારણે આપણે કેશલેસ અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યા છીએ.
ટોપ 5માં કયા દેશોના નામ છે
બ્રાઝિલે વર્ષ 2022માં 29.2 મિલિયન ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે અને તે ડિજિટલ પેમેન્ટ્સની યાદીમાં બીજા નંબરે છે. ત્યારબાદ ચીનનો નંબર આવે છે જે 17.6 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે ત્રીજા સ્થાને છે. થાઈલેન્ડ ચોથા સ્થાને છે, જે 16.5 મિલિયન ટ્રાન્ઝેક્શન ધરાવે છે. આ યાદીમાં દક્ષિણ કોરિયા પાંચમા સ્થાને છે, જે 8 મિલિયન ટ્રાન્ઝેક્શન સાથે વિશ્વમાં સૌથી વધુ ડિજિટલ પેમેન્ટ ધરાવતા દેશોમાં સામેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500