તાપી જિલ્લાના ચકચારી બિલ્ડર હત્યા પ્રકરણમાં વ્યારા પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે અત્યાર સુધી આ ગુનામાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જોકે 80 હજારની સોપારી આપનાર મુખ્યસુત્રધાર નવીન ખટીક અને હત્યાને અંજામ આપનાર અન્ય એક આરોપી મન્નું માલિયા ઓરિસ્સાવાલાને શોધવા પોલીસે તપાસ તેજ કરી છે.
સુરતના અમરોલી ખાતે રહેતા દેવા મરાઠીને પોલીસે મુંબઇથી ઝડપી પાડ્યો
વ્યારામાં 14 મી મે ના રોજ રાત્રીના 8-30 કલાકના અરસામાં નિશિશ શાહ નામના બિલ્ડરની ચાર અજાણ્યા ઈસમો દ્વારા નિર્મમ હત્યા કરાઈ હતી. જેમાં તાપી પોલીસે ચાર ઇસમોની અટક કરી ચુકી હતી. જેમાં સોપારી આપનાર નવીન ખટિક સહિત અન્ય બે હત્યારાઓ ફરાર હતા. જે પૈકી હત્યાને અંજામ આપનાર સુરતના અમરોલી ખાતે રહેતા દેવા મરાઠીને પોલીસે મુંબઇથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિલ્ડર નિશિષ શાહની હત્યા 4 આરોપીએ તલવાર ના ઘા મારી કરી હતી.
તાપી પોલીસે અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરી
- પ્રતિક ખીમજીભાઈ ચુડાસમા રહે, અમરોલી-સુરત
- નવીન ઉર્ફે રવી ચુડામણ રહે, અમરોલી-સુરત
- ટીકો રબારી ઉર્ફે સંજય ઉર્ફે ટીકલો ગોવિંદભાઈ રબારી (કરમટીયા) રહે, બાબુ નગર, રામ કબીર મિલ-મઢી
- પરિમલભાઈ જસવંતભાઈ સોલંકી રહે, બેઠેલ કોલોની, અંધારવાડી રોડ-વ્યારા
- દેવા મરાઠી રહે, અમરોલી-સુરત
નવીન ખટીક અને મન્નું માલિયા ઓરિસ્સાવાલા હજુ ફરાર
બિલ્ડર નિશિશ શાહની હત્યાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સોપારી આપનાર નવીન ખટીક અને હત્યાને અંજામ આપનાર અન્ય એક આરોપી મન્નું માલિયા ઓરિસ્સાવાલા હજુ ફરાર છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500