વલસાડના પારડી ઘટક-૧ આંગણવાડીના કાર્યકર ઝોનકક્ષાની ટેક હોમ રાશન વાનગી સ્પર્ધામા તૃતીય ક્રમે વિજેતા ભારતની પરંપરાગત ખેત પેદાશો(શ્રી અન્ન)ની ખેતી અને ટેક હોમ રાશનના ઉપયોગને પ્રોત્સાહન આપવા અનુસંધાને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્યના માર્ગદર્શન મુજબ વિભાગીય નિયામક્શ્રીની કચેરી, સુરત ઝોન અને જિલ્લા પંચાયત, આહવા-ડાંગના સંયુક્ત ઉપક્રમે તા. ૦૧/૦૩/૨૦૨૫ ના રોજ સુરત ઝોનની વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધામાં સુરત ઝોનના વલસાડ, ડાંગ, નવસારી, તાપી, નર્મદા, ભરુચ, સુરત ગ્રામ્ય, સુરત અર્બન, ૮ જિલ્લાના ટેક હોમ રાશન અને “શ્રી અન્ન”(મિલેટ્સ) વાનગી સ્પર્ધામાં વિજેતાક્રમાંક-૧,૨,૩ ના ૨૪ (ચોવીસ) આંગણવાડી કાર્યકરો વિજેતા બન્યા હતા. જેમાં વલસાડ જિલ્લાના પારડી ઘટક-૧ ના સોનવાડા ગામતળ આંગણવાડી કેન્દ્રના કાર્યકર કલાવતી પટેલ દ્વારા રજુ કરવામાં બાલ શક્તિના થેપલા ઝોન કક્ષાએ તૃતિય ક્રમ મેળવ્યો હતો. આ વિજેતા વાનગી હવે રાજ્ય કક્ષાએ વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500