આંધ્રપ્રદેશ સરકારે 13 નવા જિલ્લાઓના નિર્માણને મંજૂરી આપી દીધી છે. જોકે તેની સંપૂર્ણ પ્રક્રિયા થવાની હજુ બાકી છે. રિપોર્ટ પ્રમાણે એપ્રિલમાં તેલુગુ નવા વર્ષ નવા વર્ષ સુધીમાં તમામ પ્રક્રિયાઓ પૂરી થઈ જશે. 13 નવા જિલ્લાઓના નિર્માણ બાદ પ્રદેશમાં કુલ જિલ્લાઓની સંખ્યા 26 થઈ જશે. 24 લોકસભા ક્ષેત્રોને જિલ્લાઓમાં બદલવામાં આવી રહ્યા છે. વિશાખાપટ્ટનમમાં અરાકૂ લોકસભા ક્ષેત્ર પણ સામેલ છે જેને 2 જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવશે. નવા જિલ્લાઓના નામ માન્યમ, અલ્લૂરી સીતારામ રાજૂ, અનાકાપલ્લી, કાકીનાડા, કોના સીમા, એલુરૂ, એનટીઆર, બાપટિયા, પલનાડુ, નંદયાલ, શ્રી સત્યસાઈ, અન્નામય્યા, શ્રી બાલાજી છે.જોકે છેલ્લે વર્ષ-1979માં આંધ્રપ્રદેશમાં નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. તે સમયે આંધ્રપ્રદેશ અવિભાજિત હતું. વર્ષ-1979માં વિજયનગરમ જિલ્લો બનાવવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની કેબિનેટનો આ નિર્ણય તા.25 જાન્યુઆરીની મોડી રાતે આવ્યો છે. ત્યારબાદ યોજના સચિવ જીએસઆરકેઆર વિજયકુમારે મુખ્ય સચિવ સમીર શર્માને ભલામણો સોંપી હતી. ત્યારબાદમાં તમામ જિલ્લાઓ સુધી પહોંચાડવા સૂચના બહાર પાડવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500