Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉખલદા માંથી ગોળ-મહુડાના રસાયણ સાથે એક ઇસમ ઝડપાયો

  • May 12, 2021 

સોનગઢના ઉખલદા ગામના વિસ્તાર માંથી દેશીદારૂ બનાવવા માટેનું ગોળ-મહુડાના રસાયણ સાથે એક ઇસમને સોનગઢ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તા.11મી મે મંગળવારના રોજ રાત્રે 8 કલાકના અરસામા સોનગઢ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સોનગઢના ઉખલદા ગામના ગાજણદેવી ફળીયામાં રેઇડ કરી હતી રેઇડ દરમિયાન રવિયાભાઈ ઠગાભાઈ ચૌધરી નામના ઇસમ ને તેના ઘરની પજારીના ભાગમાંથી આશરે 7 પ્લાસ્ટીકના કેરબા માંથી દેશીદારૂ બનાવવા માટેનું મહુડા મિશ્રિત પાણી-આથો,ગોળ મહુડાનું રસાયણ સહિતના મુદ્દામાલ સાથે રવિયા ચૌધરીને સોનગઢ પોલીસની રેઈડમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

 

 

બનાવ અંગે પોલીસ પોલીસકોન્સ્ટેબલની રાજેશભાઈની ફરિયાદના આધારે રવિયા ચૌધરી વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application