સુરત જિલ્લાનાં કીમ નજીક કુડસદ ગામે રહેતા પરપ્રાંતીય પરીવારમાં નજીવી બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા જેઠ સહિતના ચાર લોકોએ માં-દિકરાને મારમાર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઘટના અંગે કીમ પોલીસ મથકે ૪ લોકો વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. મળતી માહિતી માહિતી અનુસાર, મુળ યુપીનાં સિદ્ધાર્થનગર જિલ્લાનાં સીસઈકલાગામનાં અને હાલ કીમ નજીક કુડસદ ગામે સમુહ વસાહત ખાતે આયશા ઈતાઝ મોહમદ અકબર ચૌધરી તેના પરિવાર સાથે રહી ઘરકામ કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવે છે.
જયારે આયશાબેનનાં પાડોશમાં રહેતા તેમનાં જેઠ નઈમ અબ્બાસ અલી અને સલીમ તેણીના છોકરા મોહંમદ સાદને મારમારી રહ્યા હતા. ત્યારે ત્યાં પહોંચેલા આયશાબેને મારા દિકરાને કેમ મારી રહ્યા છો??? તેમ પુછતાં જેઠે જણાવ્યું કે, તમારા દિકરાએ મારી બકરીને મારી છે. જે કે આ સમયે ત્યાં હાજર પુત્રએ મેં કોઈ બકરીને મારી નથી તેમ જણાવ્યુ હતુ. જે બાદ ઉશ્કેરાયેલા જેઠ અને તેમનાં પરિવારે આયશાબેન અને તેમનાં પુત્ર મોહંમદ સાદને માર માર્યો હતો.
સાથે જ આ જ તો બચ ગયા હે, કીસીના કીસી દિન જાનસે માર દુંગા તેવી ધમકી આપી હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ કીમ પોલીસને કરવામાં આવતા હરકતમાં આવેલી પોલીસે હુમલાની ઘટનામાં સંડોવાયેલા નઈમ અબ્બાસ અલી, સલીમ નઈમ, જોહરા ખાતુન નઈમ અબ્બાસઅલી, ઝૈનબ નઇમ અબ્બાસ અલી (તમામ રહે.સમુહ વસાહત, કુડસદ ગામ, ઓલપાડ) વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500