સોનગઢ હાઇવે પરની ડોસવાડા ગામની સીમમાં આવેલ હોટલ નિહાલમાં કામ કરતા યુવાનની લાશ હોટલના પાછળના ભાગે ખુલ્લામાંથી મળી આવી હતી. બનાવ અંગે પોલીસ ને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર મુળ બિહારનાં શિવાન જિલ્લાનો રહેવાસી શ્યામબાબુરામ નગરજીતરામ (ઉ.વ.32) નાનો છેલ્લા 10 વર્ષથી ડોસવાડા હાઈવે પરની નિહાલ હોટલમાં રહી ત્યાં જ મજુરી કામ કરતો હતો. ગત તારીખ 5મી માર્ચના રોજ રાત્રી ના સમયે સ્ટાફના માણસો સાથે જમી-પરવારી હોટલની પાછળ આવેલ એક ઝાડ નીચે લોખંડના ખાટલામાં સુઈ ગયો હતો.
બીજી સવારે આશરે 9 વાગ્યેના અરસામાં શ્યામબાબુરામ મૃત હાલતમાં મળી આવ્યો હતો. બનાવ અંગે મૃતકનો બસંતરામ નગરજીતરામની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે શ્યામ બાબુરામ નું કોઇ અગમ્ય કારણોસર મોત થયાનો બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500