Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ : તાપી નદી કિનારેના ગામોમાં થતી સાગના લાકડાની હેરાફેરી નો પર્દાફાશ, દોઢ લાખની કિંમતનો સાગી લાકડાનો મુદ્દામાલ સાથે એક ઝડપાયો

  • February 19, 2021 

તાપી જિલ્લા વન વિભાગને નદીના રસ્તે થતી કિંમતી લાકડાની તસ્કરીને રોકવામાં આંશિક સફળતા હાથ લાગી છે, વન વિભાગમાં ફરજ બજાવતી મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ટીમ ને સફળતા હાથ લાગી છે, આ ટીમે દોઢ લાખની કિંમતનો સાગી લાકડાનો મુદ્દામાલ કબ્જે કરી ને વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ખેરવાડા રેંજમાં લાકડા ચોરો દ્વારા રાત્રીના સમયમાં તાપી નદી કિનારેના ગામો માંથી સાગના લાકડાની હેરાફેરી થતી હોવાની બાતમી ખેરવાડા રેંજના મહિલા રેંજ ફોરેસ્ટર ને મળી હતી, જે આધારે વન વિભાગ દ્વારા રાત્રીના સમયમાં તાપી નદીના કિનારે વોચ ગોઠવામાં આવી હતી.ત્યારે રાત્રીના સમયમાં તાપી નદી કિનારેના ગામો માંથી હોડી મારફતે તાપી નદીના સામે પાર ના ગામે લઇ જવાતા સાગી લાકડાની સાઈઝ સાથે એક ઇસમની અટક કરવામાં આવી હતી,

 

 

 

 

અને તેની વધુ પૂછપરછ કરતા તેણે શેરડીના ખેતરો અને ઘરોમાં ગેરકાયદેસર રીતે સંતાડેલા સાગી લાકડા ઝડપી પાડયા હતા, અંદાજે 10 થી 15 કલાક ચાલેલ આ મોહિમ માં વન વિભાગ દ્વારા એક નાવડી સહિત કુલ દોઢ લાખના સાગી લાકડા ઝડપી એક આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અવનવી રીતે થતી લાકડાને તસ્કરીને ઝડપવામાં આ ટીમને સફળતા હાથ લાગી છે, હવે વન વિભાગ દ્વારા તેની સઘન તપાસ હાથ ધરવામાં આવે તો કિંમતી લાકડાની તસ્કરીનું મોટું રેકેટ બહાર આવે તેમ છે.....

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application