મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં જામખડી ગામનાં ચાર રસ્તા પાસે મેઢાથી સોનગઢ તરફ જતાં નેશનલ હાઈવે ઉપર એક કાર ચાલકે પોતાની કબ્જાની કાર પુરઝડપે હંકારી લાવી બાઈકને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જ્યો હતો, જયારે આ અકસ્માતમાં બાઈક પર સવાર એક મહિલા સહીત બે જણા ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં જામખડી ગામનાં ભગત ફળિયામાં રહેતી સેલુબેન ચેમટીયાભાઈ ગામીત નાંઓ તારીખ 08/05/2024નાં રોજ પોતાના બનેવી વસંતભાઈની બાઈક નંબર GJ/26/AC/3539 પર બેસી ગોપાલપુરા ગામે બેનનાં ઘરે જવા માટે નીકળ્યા હતા.
તે દરમિયાન જામખડી ગામનાં ચાર રસ્તા પાસે એક કાર નંબર GJ/26/AE/1636નો ચાલક પોતાના કબ્જાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈકને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં સેલુબેનનાં માથાના ભાગે તથા જમણા હાથે તેમજ જમણા પગે ઘૂંટણથી નીચે ઈજા પહોંચી હતી, જયારે વસંતભાઈને પણ ડાબા પગે ઘૂંટણથી નીચે ફેક્ચર થયું હતું. અકસ્માત અંગે સેલુબેન ગામીત નાંએ તારીખ 09/05/2024નાં રોજ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application