તેલંગણાનાં વારંગલ શહેરમાં એક ચોંકાવનારા કિસ્સો સામે આવ્યો છે. અહીં 8 વર્ષનાં એક બાળકનું ચોકલેટ ખાતા સમયે મોત નીપજ્યું છે. મળતી વિગતો અનુસાર, તેના પિતા આ ચોકલેટ ઓસ્ટ્રેલિયાથી લાવ્યા હતા. આ ઘટનાની ચર્ચા માત્ર તેલંગણામાં જ નહીં આખા દેશમાં છે. ઉલ્લેખનિય છે કે, 8 વર્ષનો સંદીપ સિંહ ચોકલેટ ખાઈ રહ્યો હતો. આ દરમિયાન ચોકલેટનો એક ટુકડો તેના ગળામાં ફસાઈ ગયો અને સંદીપ તડફળીયા મારવા લાગ્યો હતો. ઘણા પ્રયાસો છતાં ચોકલેટનો ટુકડો ગળાથી નીચે પણ ન ઉતર્યો અને મોમાંથી બહાર પણ ન આવ્યો. જેમાં પુત્રની ખરાબ હાલત જોઈને પરિવાર ગભરાઈ ગયો હતો અને તુરંત તેને એમજીએમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application