અમૂલે પશુપાલકોને આપી નવા વર્ષની ભેટ આપી છે. દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટના ભાવોમાં રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ વધારો આવતીકાલથી જ અમલી બનશે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં અમૂલ સાથે સંકળાયેલા પશુપાલકોને ફાયદો થશે.
અમૂલે અમૂલ દૂધના ખરીદ ભાવમાં 1 કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કર્યો છે. ગાયના દૂધમાં ફેટ 9.09 રૂપિયા પ્રતિ કિલો વધારો કર્યો છે જ્યારે ભેંસના દૂધની પ્રાપ્તિ કિંમતમાં પણ વધારો થયો છે.
પશુપાલકોને હવે 780 રૂપિયાના બદલે 800 રૂપિયા મળશે. નવો ભાવ વધારો આવતીકાલથી જ અમલી બનશે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં અમૂલ સાથે સંકળાયેલા પશુપાલકોને ફાયદો થશે.
આવકનો સૌથી મોટો સ્ત્રોત બનતી અમૂલ ડેરીએ ગુજરાત પેટર્ન મુજબ મહારાષ્ટ્ર, બિહાર, કલકત્તા, આસામ જેવા રાજ્યોમાં તેનો કારોબાર વિસ્તાર્યો છે. હાલમાં, ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, અમૂલ ડેરી દૈનિક 50 લાખ લિટરથી વધુ દૂધની આવકનું સંચાલન કરે છે.
ખાસ કરીને આ પ્રકારે સતત એક જ વર્ષમાં લભગભ 13 ટકા જેટલો વધારો અંદાજિત કરવામાં આવ્યો છે જેના કારણે પશુપાલકોની આવક પણ વધી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500